બનાસકાંઠાનો આ સરહદી ચિત્રકાર બનાવે છે ગ્રામ્ય સંસ્કૃતિને જીવંત કરતા અદભુત ચિત્રો
ભારત દેશ એ અનેક કલાઓથી ભરપૂર છે. અને આ દેશના લોકોમાં અનેક કળા છુપાયેલી છે.ત્યારે બનાસકાંઠા જિલ્લાના એક ચિત્રકારે અનેક એકદમ સૂક્ષ્મ ચિત્રો માત્ર પેન્સિલથી બનાવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં અનેક ચિત્રકારો છે.પરંતુ નાની ઉંમરથી ચિત્રકલાના ક્ષત્રે જેમણે અદ્ભૂત કામ કર્યું છે.તેવા એક ચિત્રકાર બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ગોલગામના પ્રવિણભાઇ અણદાભાઈ પટેલ 12 સુધીનો અભ્યાસ કર્યો છે à
Advertisement
ભારત દેશ એ અનેક કલાઓથી ભરપૂર છે. અને આ દેશના લોકોમાં અનેક કળા છુપાયેલી છે.ત્યારે બનાસકાંઠા જિલ્લાના એક ચિત્રકારે અનેક એકદમ સૂક્ષ્મ ચિત્રો માત્ર પેન્સિલથી બનાવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં અનેક ચિત્રકારો છે.પરંતુ નાની ઉંમરથી ચિત્રકલાના ક્ષત્રે જેમણે અદ્ભૂત કામ કર્યું છે.તેવા એક ચિત્રકાર બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ગોલગામના પ્રવિણભાઇ અણદાભાઈ પટેલ 12 સુધીનો અભ્યાસ કર્યો છે ભીંત ચિત્રો પેન્શિલ,સ્કેચ,ઓઈલ, ચિત્રો, વોટર કલર કેનવાસ પેઇન્ટિંગ અને લાઈવ પેઇન્ટિંગ બનાસકાંઠામાં જેમણે મહારત હાંસલ કરી છે.
પાંચથી સાત ફૂટનું ચિત્ર એક જ દિવસમાં બનાવી શકે છે
બનાસકાંઠા જિલ્લાને વિવિધ શાળાઓમાં સ્કૂલના બાળકોને મનગમતા ધાર્મિક કાર્ટૂન કુદરતી ચિત્રો શાળાઓને ભીંતો ઉપર દોર્યા હતા તેમજ પાંચથી સાત ફૂટનું ચિત્ર એક જ દિવસમાં બનાવી શકે છે તેમજ તમામ ચિત્રોમાં રસ ધરાવતા પ્રવીણભાઈએ ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદી તેમન માતા સાથેનું ચિત્ર બનાવેલુ છે
પ્રવિણભાઈ પટેલે અનેક ચિત્રો બનાવ્યા છે
વાવ તાલુકાના મહાનુભાવોના આબેહૂબ ચિત્ર દોરી તેઓને ગિફ્ટમાં આપેલા છે પ્રવિણભાઇ થરાદ ખાતે 3200 ફુટનુ મહાભારતનું ચિત્ર બનાવ્યું છે આ ચિત્ર બનાવામા 25 દિવસ નો સમય લાગ્યો હતો 3200 ફુટના મહાભારતના ચિત્રનું અનાવરણ મંહત શ્રીનાગરવનજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આવા બેનમૂન ચિત્રોનું કોઈએ સર્જન કર્યું નથી એવા અદભુત અને અકલ્પ્ય ચિત્રો બનાવ્યા છે. પ્રવિણભાઈ પટેલે અનેક ચિત્રો બનાવ્યા છે.પરંતુ કહેવાય છે ને કે કળાને કોઈ સીમાડા રોકી શકતા નથી. તેમનામાં રહેલી કળા આજે પણ બેનમૂન છે.
શહેર વિસ્તારથી દૂર ગ્રામ્ય વિસ્તારોમાં જે વાસ્તવિક જીવન જીવતા લોકો છે જે આજે પણ ઊંટ પર સ્વારી કરે છે મહિલાઓ ગાયોના ગોબરમાંથી જે છાણ બનાવે છે તેમજ થોડા સમયમાં પણ આજુબાજુની મહિલાઓ ભેગી થઈને જે વાતો કરતી હોય તેવા અનેક જમીન પરની વાસ્તવિક ચિત્રો બનાવવા નો પ્રવિણભાઇ ને ઘણો શોખ છે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.